ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સ વોકળામાં ઉતરી, ડ્રાઈવર સહિત 2 ઇજાગ્રસ્ત - Highway Authority staff
રાજકોટ : ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર આવેલ જામવાડી ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ વોકળામાં ઉતરી જતા 2 વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઈને ગ્રામજનો દ્વારા શ્રમિકોને બસના આગળના કાચમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થતા પ્રાથમિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. મળતી વિગત મુજબ MPથી શ્રમિકો ભરેલી બસ જૂનાગઢ જતી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. તાલુકા પોલીસ અને હાઇવે ઓથોરિટી સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.