જામનગરમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એક્ટિવા બળીને ખાખ - જામનગરમાં અકસ્માતનું પ્રમાણ
જામનગરઃ શહેરમાં ગુરુવારે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક્ટિવા બળીને ખાખ થઇ છે. આ સાથે જ અકસ્માતમાં હોમગાર્ડનો જવાન ઈજાગ્રસ્ત થયો છે. જેથી હોમગાર્ડ જવાનને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, બેડેશ્વરમાં રહેતા મહંમદ હુસેન નામના 25 વર્ષીય યુવક હોમગાર્ડમાં ફરજ નિભાવે છે. જે પોતાના ધરે જઇ રહ્યા હતા. આ દરમિયાન ટ્રકે એક્ટિવાને અડફેટે લીધી હતી. જેથી એક્ટિવા બળીને ખાખ થઇ હતી. આગ અંગે ફાયરને જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.