સાળંગપુર પાસે કાર-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, 3 મોત 6 ઘાયલ - રોડ અકસ્માત ન્યૂઝ
બોટાદઃ જિલ્લાના તાલુકાના સાંળગપુર ગામે પેટલાદના પંડોળી ગામનો સોલંકી પરિવાર કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શનાર્થે ગયો હતો. તે દરમિયાન બોટાદ તરફથી આવી રહેલા હોન્ડાસિટી.ના કારચાલકે ધડાકાભેર પોતાનું વાહન રીક્ષા સાથે અથડાયું હતું. જેમાં રીક્ષામાં સવાર 9 લોકોમાંથી 3 ના મોત થયા છે. તો અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર બનાવની જાણ થતાં બોટાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.