પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, ઘટના CCTVમાં કેદ - Accident between car and bike
પોરબંદર : જિલ્લામાં અકસ્માતની ઘટના વધી રહી છે. પોરબંદર દ્વારકા હાઇવે પર આવેલા વિસાવાડા ગામ પાસે મંગળવારે પૂરપાટ આવી રહેલી કાર બાઈક સાથે અથડાઇ હતી. જેમાં બાઇક પર સવાર 2 યુવાનો ફંગોળાઈ ગયા હતા. જેમાં યુવાનોને સામાન્ય ઇજા પહોંચી હતી. પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા વિસાવાડા ગામની ગોળાઈ પાસે સ્પીડ બ્રેકર કે સ્પીડ લિમિટ જેવા નિયમો લગાવવામાં આવે તો આ પ્રકારના અકસ્માતો રોકી શકાય તેમ છે. આ અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે.