ધોરાજી નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત, બાઈક સવારને ગંભીર ઈજા - બાઈક અને કાર વચ્ચે અકસ્માત
રાજકોટઃ જિલ્લાના ધોરાજી અને જેતપુર વચ્ચે આવેલા ગુંદાળા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેતપુરના રહેવાસી મામુદભાઈ કુરેશી અને સરફરાઝભાઇ બાઇક લઈને જેતપુર જવા નીકળતા અજણ્યા કાર ચાલકે બાઇક સવારને હડફેટે લેતાં બાઇક સવારને ગંભીર પહોંચી હતી. બાઈક સવારને 108 એમ્બ્યુલન્સની મદદ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અજાણ્યો કાર ચાલક અકસ્માત સ્થળેથી નાસી છૂટ્યો હતો.