નડિયાદ નજીક નેશનલ હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માત, 5ના મોત - ખેડાના તાજા સમાચાર
અમદાવાદઃ નડિયાદ નજીક નેશનલ હાઇવે નંબર-8 પર મોડી રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 4 સભ્યો સહિત 5 લોકોના ઘટના સ્થળે મોત થયાં છે, જ્યારે અન્યા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેથી તેમને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.