ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે આણંદમાં યોજાયો ત્રી-દિવસીય પ્રી વાઇબ્રન્ટ સમિટ 2022 - Pre Vibrant Summit 2022

By

Published : Dec 15, 2021, 6:47 AM IST

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003થી સતત દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટનું (Vibrant Summit) આયોજન કરવામાં આવતું આવ્યું છે, જેમાં ઉદ્યોગના વિકાસ અને વિસ્તરણ માટે સરકાર ઉદ્યોગકારો અને વ્યવસાય સાહસિકોને સાથે MOU કરીને તેમને રાજ્યમાં વ્યવસાયકરવામાં સરળતા ઉભી કરવા સાથે નવા ઉદ્યોગોને રાજ્યમાં આવકારવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આ વર્ષે સરકારે રાજ્યમાં ઘણા સ્થળો પર પ્રી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કર્યુ છે. જેમાં આણંદ જિલ્લામાં આવેલ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રી દિવસીય એગ્રી એન્ડ ફૂડ પ્રોસેસિંગ (Agri and food processing) વિષય પર પ્રિ-વાઈબ્રન્ટ સમિટ 2022નું ( Pre Vibrant Summit 2022) આયોજન કરવામા આવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details