વીરપુર રામકથામાં રોજના આશરે 40 હજાર ભક્તો પ્રસાદ લે છે - Veerpur Ramakatha
રાજકોટ : " જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુંકડો" ને જીવન મંત્ર બનાવનાર પૂજ્ય સંત શ્રી જલારામબાપા એ શરૂ કરેલા સદાવ્રતને 200 વર્ષ પૂર્ણ થતાં દ્રિ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, ત્યારે રામકથા દરમિયાન રોજના 40થી 50 હજાર લોકો પ્રસાદ લે છે. તેમજ પ્રસાદ વિભાગમાં વીરપુરના સર્વે સમાજના 1200 જેટલા સ્વયંસેવક છેલ્લા 10 દિવસથી સેવા આપી રહ્યા છે.