રાજકોટ: મનપાની ઝુંબેશમાં 140 જેટલી મિલકતો કરાઈ સીલ - Rajkot Municipal corporation news
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી મેગા ઝુંબેશમાં શહેરના વિવિધ વિસ્તારમાં જે મિલકત ધારકોએ વેરો નથી ચૂકવ્યો તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મનપાના 300 જેટલા કર્મચારીઓ દ્વારા શોપિંગ મોલ, કારખાના, કોમર્શિયલ ઓફિસો સહિતની 140 કરતાં વધુ મિલકતો સીલ કરવામાં આવી હતી.