સાવલીમાં આયુષ્માન ભારત પખવાડિયાની ઉજવણી કરાઈ - નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
વડોદરાઃ જિલ્લાના સાવલીમાં આવેલાં જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. જેમાં સાવલી અને ડેસર તાલુકાની જનતા માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરાયું હતું. સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના સહયોગથી આ કેમ્પની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કેમ્પમાં મા અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ સ્થળ પર જ કાઢવાની પણ વ્યવસ્થા કરાઈ હતી.