રાજપીપળામાં હરસિધ્ધિ મંદિરે રાજપૂત સમાજ દ્વારા તલવાર બાઝીની આરતી યોજાઈ - નવરાત્રી 2021
નર્મદા, રાજપીપળા : નર્મદાના રાજપીપળામાં આવેલા પૌરાણીક માં હરસિધ્ધિ મંદિરે ભક્તો અનોખી રીતે પૂજા અર્ચના કરે છે. 444 વર્ષ જુનું આ મંદિર રાજપૂતોની કુળદેવીનું છે. છેલ્લા 8 વર્ષથી આસો સુદ છઠે તલવારબાઝી કરી માતાજીની આરતી થાય છે. રાજપુતોના શૌર્ય સમી તલવાર બાઝીની આરતી કરી લોકોને દંગ કરે છે. ધૂનમાં તલવાર બાઝી કરી ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું, સત્તત દોઢ કલાક સુધી ચાલતી કુલ 3 આરતીમાં 200 જેટલા યુવાનોએ સતત તલવાર બાઝી કરી માંની અનોખી આરાધના કરી હતી. તલવાર બાઝી આરતીમાં 10 વર્ષથી 40 વર્ષ સુધીના લોકો જોડાતા હોય છે. આ વર્ષે તલવાર મહાઆરતીમાં પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ પણ આ આરતીમાં ભાગ લીધો હતો.