પોરબંદરના જાનકી મઠ ખાતે પ્રભુ શ્રી રામની આરતીનું આયોજન કરાયું - રાષ્ટ્રીય એકતા મંચ
પોરબંદર : શહેરના જાનકી મઠ ખાતે પ્રભુ શ્રી રામની આરતીનું આયોજન કરાયું હતું. આજે અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનના શુભ અવસરે અનેક લોકોમાં ખુશી છે. ત્યારે આ ખુશી વ્યક્ત કરવા રાષ્ટ્રભક્તિ એકતા મંચ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પોરબંદરમાં આવેલા જાનકી મઠ ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરના ભૂમિ પૂજનની ખુશી સૌ લોકોએ સાથે મળીને વ્યક્ત કરી હતી.