ગુજરાત

gujarat

ETV Bharat / videos

કપરાડાના આરણાઈને થોડા શણગારની છે જરૂર, બાકી કુદરતે તો ઝળહળતો નઝારો બક્ષ્યો જ છે...! જૂઓ આ અહેવાલ.... - વલસાડમાં ફરવા લાયક સ્થળ

By

Published : Nov 20, 2019, 1:36 AM IST

વલસાડઃ પાર નદીના કિનારે લીલી વનરાજી વચ્ચે વર્ષો પહેલાથી બિરાજમાન પારેશ્વર મહાદેવ મંદિર અને ગરમ પાણીના કુંડ ધરાવતું ધાર્મિક સ્થાન એટલે કપરાડા તાલુકાનું આરણાઈ ગામ. જ્યાં શ્રીરામ સાથેની દંતકથા જોડાયેલી છે, અહીં રામનું મંદિર છે, મહાદેવ મંદિર છે અને શાંત અને નયનરમ્ય વાતાવરણ અનેક પર્યટકોને આકર્ષે છે. જેને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા માટે અગાઉ રજૂઆતો થઈ હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમગ્ર યોજનાના કાગળ જાણે પસ્તી ભેગા માળીએ ચઢી ગયા હોય તેમ હજુ સુધી કોઈ કાર્યવાહી જોવા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details