વડોદરામાં AAPની લારી યાત્રા, 'કોર્પોરેટર કોણ છે, મને ખબર નથી'ના નારા લાગ્યા... - આમઆદમી પાર્ટીના અગ્રણી
વડોદરા શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રોડ રસ્તાની સમસ્યાને લઈ લારી યાત્રા યોજી હતી, રાજ્યમાં સર્વ પ્રથમ વખત લારી યાત્રા કાઢી વિરોધ નોંધાવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના અગ્રણી યોગેન્દ્ર પરમારની આગેવાનીમાં કાર્યકરોએ વોર્ડ નંબર-4માં લારી યાત્રા યોજીને રાજ્યમાં પ્રથમ વખત રોડ રસ્તાની સમસ્યાનો અનોખી ઢબે વિરોધ નોંધાવ્યો હતો. સર્જનમ રેસિડેન્સીથી માં-રેસિડેન્સી અને ભાથુંજી નગરસુધીનાં ઉબળખાબળ રોડ પર લારી યાત્રા યોજી હતી. તેમજ ‘કોર્પોરેટર કોણ છે, મને ખબર નથી’ આવા પ્લેકાર્ડ સાથે દેખાવો પણ કર્યા હતા. આ વિસ્તારમાં કેડ સમાં પાણી ભરાઈ જાય છે. ગત વર્ષે વરસાદમાં નદી જેવી પરિસ્થિતિ ઉદભવી હતી, લોકોને દોરડાં વડે બહાર કાઢવાનો વારો આવ્યો હતો. આગામી સમયમાં ઈલેક્શન આવી રહ્યું છે ત્યારે, તંત્ર અને કોર્પોરેટરો ઉદ્ઘાટનોમાં વ્યસ્ત છે. પોતાના કામોની ખોટી પ્રસિદ્ધિ અને પ્રશંસા મેળવી રહ્યા છે.