સુરતમાં AAPના પ્રભારી પર હુમલાના વિરોધમાં ભરૂચમાં AAPનો પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન - etv bharat gujarat
ભરૂચઃ સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રભારી રામ ધડુક પર તેમની ઓફીસમાં કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો રાજ્યના આરોગ્ય પ્રધાન દ્વારા કરાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા શનિવારના પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જો કે, પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોને અટકાવતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા આરોગ્ય પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી છે.