મોરબીમાં AAP શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ સહિત આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો - MORBI CONGRESS
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મંગળવારે લલીતભાઈ કગથરા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ તેમના 20થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. મહેશભાઈ રાજ્યગુરુ મૂળ કોંગ્રેસી નેતા હતા. અગાઉ તેઓ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. જોકે પછી પક્ષ સામે બળવો કરીને તેમણે વિકાસ સમિતિની રચના કરી હતી અને કોંગ્રેસ પક્ષને ઠેંગો બતાવી દીધો હતો. કોંગ્રેસની જીતેલી બાજી તેમણે હારમાં પલટાવી દીધી હતી અને કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી દીધો હતો. પાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના પક્ષમાં ફરી વાપસી તો કરી છે પણ તે વફાદાર રહેશે કે ફરી પક્ષપલટો કરશે તે જોવાનું રહ્યું.