રાજકોટમાં આમ આદમી પાર્ટીનો વિજ્યોત્સવ
રાજકોટઃ રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મંગળવારે પરિણામ જાહેર થઇ રહ્યું છે, ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઇ છે. જેથી આપના કાર્યકરોએ કેજરીવાલના સૂત્રોચ્ચાર સાથે વિજ્યોત્સવ કર્યો હતો. આ અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા જાલાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની જીત ગુજરાતની જીત છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, કામની રાજનીતિ હવે ગુજરાતમાં આવી રહી છે.