સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભુજમાં આમ આદમી પાર્ટીએ રોડ શો યોજ્યો - ગુજરાત સમાચાર
ભુજ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પક્ષો પોતાના ચૂંટણી પ્રચાર પ્રસાર અંગે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શો યોજાયો હતો જેમાં પ્રભારી દિલ્હી એમ.એલ.એ રવિ વિશેષ અને ગુજરાતી કલાકાર અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રવક્તા કિરણ આચાર્ય ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રમેશના પાણી આદમી પાર્ટીને સહકાર અને ઉત્સાહ પૂરો પાડવા માટે કચ્છ આવ્યા હતા અને ભુજમાં ખુલ્લા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં સમગ્ર કચ્છના આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકરો, હોદ્દેદારો અને ઉમેદવારો જોડાયા હતા.