Aadivasi Swabhiman Adhikar Yatra નો સુરત જિલ્લામાં પ્રવેશ, સમાજે સ્વાગત કર્યું - સુરત
આદિવાસીઓના ( Aadivasi ) હક અને અધિકારીને લગતા મુદ્દાને લઈને કેવડીયાથી નીકળેલી આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રાનો ( Aadivasi Swabhiman Adhikar Yatra ) સુરત જિલ્લામાં પ્રવેશ થયો હતો. જ્યાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. આદિવાસી સમાજના હક, અધિકારને લગતા વિવિધ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા કેવડીયા કોલોની ( Kevadia Colony ) થી શરૂ થઈ હતી અને ડોસવાડા ખાતે પૂર્ણ થશે. ત્યારે આજે આદિવાસી સ્વાભિમાન યાત્રા કેવડીયાથી ફરતી ફરતી સુરત જિલ્લાના ઉમરપાડા, માંડવી, વાંકલ, માંગરોળ સહિતના વિસ્તારોમાં પહોંચી હતી.