અરવલ્લી જિલ્લાની માઝૂમ નદીમાં એક યુવકનું ડૂબવાથી થયુ મોત - Mazum River, near Kokapur, Mamdossa
અરવલ્લીઃ જિલ્લા મોડાસાના કોકાપુર નજીક માઝૂમ નદીમાં યુવક ડૂબી જતાં ગાંધીનગરથી NDRFની ટીમ રેસ્કુ ઓપરેશન હાથ ધરવા માટે બોલાવવામાં આવી હતી. ધુળેટીના દિવસે વણિયાદ નજીક કમલેશ નામના યુવકનો માઝૂમ નદીમાં પગ લપસી પડવાથી ડૂબી ગયો હતો, ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરી હતી. મોડાસા મામલતદાર સહિતના અધિકારીઓએ તાત્કાલિક NDRF ટીમે ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, ઘટનાના 48 કલાક સતત ચાલેલ સર્ચ ઓપરેશન બાદ આખરે વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.