દેવભૂમિ દ્વારકાઃ ધતુરીયા ગામની આહિર યુવતી હૈદરાબાદમાં ચમકી - Choice of Anjali Bhatia's dress in fashion show
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામમાં રહેતી અંજલિ ભાટીયાએ ડિઝાઇન કરેલા ડ્રેસને હૈદરાબાદમાં યોજાયેલા ફેશન શો માં ટોપ મોડલ દ્વારા રજૂ કરાયો હતો. આ ડિઝાઇન થયેલા ડ્રેસને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેના લીધે નાના એવા ગામમાં રહેતી અંજલિ ભાટીયાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અને આહિર સમાજનું નામ રોશન કર્યું છે.