મોરબીમાં 5 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ - ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ
મોરબીઃ જિલ્લા SP એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી SOG PI જે. એમ. આલની ટીમ જિલ્લામાં ગેરકાયદેસર કેફી પદાર્થનું વેચાણ કરતા ઇસમોને શોધવા પ્રયત્નશીલ છે. તે દરમિયાન બાતમીના આધારે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં-214માં રહેતા આશારામ વાલજી હડિયલ (ઉ.વ.28)ને ઝડપી લઈને આરોપીના મકાનમાંથી 5.719 કિલો ગ્રામ ગાંજા સહિત કુલ રૂપિયા 63,190નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપી તેમજ ઝડપાયેલો મુદામાલ બી ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યો છે. હાલ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.