ભરૂચમાં રૂપિયા 8 કરોડના ખર્ચે યોગા કમ સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણ પામશે
ભરૂચ : રાજ્ય સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા પ્રથમ તબક્કામાં રૂપિયા 5 કરોડ અને બીજા તબક્કામાં રૂપિયા 3 કરોડ મળી કુલ 8 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના જે. બી. મોદી પાર્ક નજીક યોગા કમ સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણ પામવા જઈ રહ્યું છે. જેનો ખાતમુર્હત સમારોહ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઓનલાઈન ઈ-તકતી અનાવરણ દ્વારા આ પ્રકલ્પનું ખાતમુર્હત કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગર પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ભરૂચ કલેક્ટર ડૉ. એમ. ડી. મોડિયા, ચીફ ઓફિસર સંજય સોની તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ સિવાયની તમામ રમતો રમી શકાશે.