ગીરસોમનાથમાં પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા મહિલા જાગૃતિ અભિયાન યોજાયું - A women's awareness campaign
ગીર-સોમનાથ: જિલ્લાની અંદર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હૈદરાબાદમાં બનેલી હિચકારી ઘટનાના પગલે મહિલા જાગૃતિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ પ્રાંત અધિકારી નિતીન સાંગવાન, જિલ્લા એ.એસ.પી. અમિત વસાવાએ સ્કૂલ અને કોલેજની બાળકીઓ તેમજ યુવતીઓને જાતીય અથવા માનસિક સતામણી, પાછળ ફરતા આવારા તત્વો વગેરે સમસ્યાઓ વિશે પરિવારજનો તેમજ પોલીસને જાણ કરવા જાગૃત કરવામાં આવી હતી. તેમને ખાતરી આપવામાં આવી હતી કે, તેઓની ઓળખ પોલીસ દ્વારા ગુપ્ત રાખવામાં આવશે.