છોટાઉદેપુર તાલુકાના બીલવાટ ગામે મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા - રંગપુર પોલીસ સ્ટેશન
છોટાઉદેપુર : બીલવાટ ગામનો એક મહિલાને જાહેરમાં લાકડી વડે માર માર્યોનો વીડિયો વાયરલ થયો હતો. તેની તપાસ પોલીસ દ્વારા કરતા વીડિયો રંગપુર પોલીસ સ્ટેશનના બીલવાટ ગામનો હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં મહિલાના પ્રેમ સંબંધને લઈને તેના પરિવાર દ્વારા માર મારવામાં આવેલ છે. હાલ તેના અંગે ગુનો નોંધી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. તેમજ આવા ગુનાઓને કોઈપણ પ્રકારે સાખી લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.