ગુજરાત

gujarat

ETV Bharat / videos

કપરાડામાં મતદાર જાગૃતિ માટે ધોડિયા અને કુકણા બોલીમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકાયા

By

Published : Oct 24, 2020, 3:14 PM IST

વલસાડ: આગામી 3 નવેમ્બરના રોજ કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદારો મતદાન કરવા માટે જાગૃત થાય અને પોતાના મતની કિંમત સમજે એવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતતા અભિયાન અંતર્ગત ધોડિયા અને વારલી ભાષામાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા છે. જેથી લોકો પોતાની ભાષામાં વીડિયો જોઈ શકે અને પોતાના મતની કિંમત સમજી શકે. ઉલ્લેખનીય છે કે, કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 લાખ 45 હજારથી વધુ મતદારો છે. જે પૈકી આશરે 90 હજાર લોકો વારલી, અંદાજે 60 હજાર લોકો ધોડિયા પટેલ અને કુકણાની 55 હજારની વસ્તી છે. ત્યારે મતદાર જાગૃતતા માટે તેમની જ બોલીમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details