રૂપાણીના દારૂબંધીના દાવાઓ 'પાણીમાં', દારૂની રેલમછેલ કરતાં યુવાનોનો વીડિયો વાયરલ - રેલમછેલ
કચ્છઃ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક હોવાનો રાજ્ય સરકાર દાવો કરી રહી છે. કચ્છના મુદ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવ્યો છે. આ વીડિયોએ દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવ્યા છે. મળતી માહિતી મુજબ, વીડિયો કચ્છના મુંદ્રા તાલુકાના કાંડાગરા ગામનો છે. થોડા દિવસો અગાઉ એક લગ્ન પ્રસંગમાં શરાબની બોટલો સાથે યુવાનો ઝુમ્યા હતા. જોકે, સત્તાવાર રીતે આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 29, 2020, 11:37 PM IST