કલ્યાણપુરના રાણ ગામમાં બેઠાપુલ પરથી પસાર થતી ગાડી તણાઈ
દેવભૂમિ દ્વારકાઃ રવિવારે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જનારા વરસાદે ફરી એક વખત પધરામણી કરી હતી. સોમવારે દિવસ દરમિયાન છૂટો છવાયો 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યા બાદ ફરી વરસાદે જોર પકડ્યું હતું. કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બેઠાપુલ પરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું હતું, આ દરમિયાન એક ગાડી પુલ પરથી પસાર થતા સમયે તણાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.