રાજકોટમાં PPE કીટ પહેરીને ઉત્તરાયણની અનોખી ઉજવણી કરાઇ - Colorful Rajkot
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ઉત્તરાયણના તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જલારામ સોસાયટીમાં યુવાનો અને યુવતીઓએ કોરોનાની મહામારી વચ્ચે PPE કીટ પહેરીને ઉતરાયણની અનોખી ઉજવણી કરી હતી. જોકે PPE કીટ પહેરીને પતંગ ચગાવતા યુવાન-યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ રસિયાઓ પતંગની સાથે સાથે ગરબાના તાલે છત પર જોવા મળ્યા હતા.