અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમદાવાદનાં ટ્રક ચાલક સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા - Ahmedabad truck driver given leave
ભરૂચઃ અંકલેશ્વરની જયાબહેન મોદી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અમદાવાદના વધુ એક ટ્રક ચાલક સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી હતી. અમદાવાદ થી વાપી જઈ રહેલા બે ટ્રક ચાલકને કોરોના પોઝેટીવ આવતા તેઓને અંકલેશ્વરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અગાઉ એક ટ્રક ચાલકને રજા આપવામાં આવ્યા બાદ શનિવારે વધુ એક ટ્રક ચાલક હંસરાજ ચૌધરી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે તેઓને પોતાના ઘરે રવાના કર્યા હતા. ટ્રક ચાલકે હોસ્પિટલ સ્ટાફનો આભાર માન્યો હતો.