ડીસામાં શ્રમજીવી વિસ્તારમાં પ્રથમવાર શહીદ જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ
બનાસકાંઠાઃ 14 ફેબ્રુઆરીના દિવસે પુલવામાં થયેલ આતંકી હુમલામાં ભારત દેશની સરહદ પર રક્ષા કરતા 40 જેટલા જવાનો શહીદ થયા હતા. જેના પ્રત્યાઘાતો પુરા દેશમાં જોવા મળ્યા હતા. ત્યારે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાંમાં થયેલ હુમલામાં શહીદોને ભારતભરમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થઈ રહ્યાં છે. ડીસા શહેરમાં સૌ પ્રથમ વાર શ્રમજીવી વિસ્તારમાં શહીદોનો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને વીર જવાન તુમ અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.