સુરતના ઓલપાડમાં શેરડી ભરેલા ટ્રેક્ટરે બે બાળકોનો જીવ લીધો - સુરતના ઓલપાડમાં અકસ્માત
સુરત જિલ્લાના ઓલપાડમાં એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓલપાડના સેના ખાડી નજીક શેરડી ભરેલું ટ્રેકટર પલટી જતાં 2 બાળકોના મોત નિપજ્યા છે. શેરડી ભરેલા ટ્રેકટર નીચે 4 બાળકો દબાયા હતા. જેમાથી 2 બાળકોના ઘટના સ્થળે મોત નિપજ્યા(Two children killed in Surat Olpad) છે. સેના ખાડી નજીકથી પસાર (killed two children in Olpad,) થઈ રહેલ શેરડી ભરેલા ટ્રેક્ટરના ટાયરમાં પંક્ચર પડ્યું હતું ત્યારે શેરડી ભરેલા ટ્રેક્ટરને જેક પર ચઢાવ્યું હતું ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા શેરડી ભરેલું ટ્રેકટર પલટી ગયું (tractor full of sugarcane overturned)હતું. દરમિયાન ત્યાંથી પસાર થતાં 4 બાળકો શેરડી ભરેલા ટ્રેકટર નીચે દબાઈ ગયાં હતાં. ઘટનાને લઈ હાજર લોકોએ 4 બાળકો પૈકી 2 બાળકોને બચાવી લીધા હતાં. પરંતુ 2 બાળકોના શેરડી નીચે દબાઈ જતાં મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ઘટનાને લઈને ઓલપાડ પોલીસ (Surat Olpad Police)ઘટના સ્થળે ઘસી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.