સ્થાનિક પ્રવાસનના વિકાસ માટે મુંબઈના ટ્રાવેલ બિઝનેશમેન દ્વારા ભારત ભ્રમણ - Mumbai-based travel businessman
કચ્છઃ કોરોના મહામારી કારણે ટુરીઝમ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. દેશમાં ફરીવાર ટુરીઝમ ઉદ્યોગ બેઠો તેવા આશય સાથે ગુજરાતના સુરત અને અમદાવાદના પાંચ યુવાનોએ કાર રાઈડ્સ સાથે દેશના ચારેય ખુણાનો પ્રવાસ શરૂ કર્યો છે. દેશમાં લોકલ ટુરીઝમને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ સાથે સુરત અને મુંબઈના ટ્રાવેલ બિઝનેશમેન દ્વારા કાર મારફતે ભારત ભ્રમણ શરૂ કર્યું છે. કચ્છના કોટેશ્વર મહાદેવની મુલાકાત બાદ ભૂજ પહોંચેલા યુવાનોએ જણાવ્યુ હતું કે, તેમણે બે કાર મારફતે 6 લોકો 36 દિવસમાં 18000 કિલો મીટર અંતર કાપી 34 જેટલા રાજયોનો પ્રવાસ આંરભ્યો છે. કોરોના મહામારી કારણે પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો છે. લોકલ ટુરીઝમ સ્થળોને પ્રોત્સાહન મળે ફરીવાર લોકો પ્રવાસ કરતા થાય તેવા ઉદેશ સાથે કાર રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે.