રાજકોટમાં કોરોના વાઈરસના કુલ 9 કેસ નોંધાયા - latestgujartinews
રાજકોટ: સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધતો જાય છે. હજારો લોકો કોરોના વાઈરસને લીધે મોતને ભેટ્યા છે. ભારતમા પણ સંક્રમિત સંખ્યાનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. રાજકોટના મુંજકામાં પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 9 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.