સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે માહિતી માટે ટોલ ફ્રી નંબર કરાયો જાહેર - કેવડિયા
નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારા પ્રવાસીઓ માટે એક ખુશ ખબર કહી શકાય કે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતી કોઈ પણ પ્રકારની સહાયતા માટે 1800-233-6600 પર મળશે સંપૂર્ણ માહિતી. આ ટોલ ફ્રી નંબર હાલ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. નર્મદાના કેવડિયા ખાતે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યાર સુધી 32 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે. જે કોઇએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી જે તે સુવિધા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી, પરંતુ છતાં કોઈ તકલીફ પડી હોય જે બાબતે તકેદારી રાખીને હવે કોઈપણ જાતની તકલીફ પ્રવાસીઓને પડે કે પ્રવાસ દરમિયાન કેવી રીતે ટિકિટ લેવી કેવી રીતે બસ મેળવવી સાથે ક્યાં ક્યાં ફરવા જવા સહીતની માહિતી હવે એક ટોલ ફ્રી નંબર પરથી મળી જશે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા તમામ કાળજી રાખીને એક માહિતી વિભાગ ઉભો કરવામાં આવ્યો છે. જેના માટે કેવડિયામાં ટોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને જેમાં ફોન કરી તમામ માહિતી હવે પ્રવાસીઓ મેળવી શકાશે.