કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદ, વડોદરા બાદ મહેસાણાની મુલાકાત લીધી - Mehsana corona News
મહેસાણાઃ રાજ્યની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે તપાસમાં આવેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે અમદાવાદ, વડોદરા બાદ મહેસાણા જિલ્લાની પણ મુલાકાત કરી હતી. જેઓએ જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં સમીક્ષા બેઠક કરી હતી, જેમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ અને જરૂરી સારવાર તેમજ હોસ્પિટલોમાં બેડની સંખ્યા સહિતની વિગતો પર ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે.આ ટીમ જિલ્લામાં કોવિડ સેન્ટરોની પર મુલાકાત કરશે.