વ્યાજખોરોના ત્રાસ સામે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે - ખાસ ડ્રાઇવનું આયોજન
પોરબંદર : જિલ્લામાં લોકો પાસે થી પઠાણી ઉઘરાણી કરતા અને શરતથી વધુ વ્યાજ ઉઘરાવતા વ્યાજખોરો સામે પોરબંદર જિલ્લા પોલીસે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં લોકો સીધા કંટ્રોલ રૂમ અથવા સિટી DySpને જાણ કરી શકશે. ભોગ બનનારી વ્યક્તિ અરજી કરી શકે છે અને કોઈ વ્યક્તિ વ્યાજખોરના ત્રાસથી પરેશાન હોય અને આ અંગે કોઈ જાણતું હોય તો પણ પોલીસનો સંપર્ક કરે. જેથી ભોગ બનનારી વ્યક્તિને યોગ્ય ન્યાય મળી શકે. તેમજ વ્યાજખોરના ત્રાસ અંગે ભોગ બનનારી વ્યક્તિની ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ DySp જે. સી. કોઠીયાએ જણાવ્યુ હતુ.