વીરપુર પાસે ખાનગી ટ્રાવેલ્સમાં લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ - જુઓ વીડિયો...
વીરપુરઃ જલારામ બસ સ્ટેન્ડ પાસે નેશનલ હાઇવે પર સુરતથી પોરબંદર જતી ખાનગી રાઘવ ટ્રાવેલ્સમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. જેમાં બસમાં બેસેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આગના કારણે ટ્રાવેલ્સ બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ ગોંડલ ફાયરમાં થતા ગોંડલ ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જેના પગલે વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.