દીવમાં વૌજ્ઞાનિક આવિષ્કાર પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું - વૌજ્ઞાનિક આવિષ્કાર પ્રદર્શન
દીવ: સંઘ પ્રદેશમાં પ્રથમ વખત ઈસરોના સંશોધનને લઈને પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. જે દીવના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. પ્રદર્શનમાં ચંદ્ર, મંગળ યાન અને ખગોળીય વિજ્ઞાનમાં ઈસરો દ્વારા કરવામાં આવેલા વિવિધ સંશોધન અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. દીવના લોકોને અંતરિક્ષ અંગે માહિતગાર કરવા માટે આ પ્રદર્શન 3 દિવસ રાખવામાં આવશે.