મોરબીના ઉમિયા સર્કલ પાસેની કેનાલમાં રિક્ષા ખાબકી, કોઈ જાનહાની નહીં - મોરબીમાં રિક્ષાનો અકસ્માત
મોરબી: શહેરના ઉમિયા સર્કલ પાસે કેનાલમાં એક રિક્ષા ખાબકી હતી. રિક્ષા ચાલક અહીંથી પસાર થતો હતો, એ દરમિયાન અચાનક રિક્ષા કેનાલમાં ખાબકી હતી. જો કે, હાલ કેનાલમાં પાણી નહીં હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી અને અકસ્માતમાં રિક્ષા ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો. રિક્ષા કેનાલમાં ખાબકતા સ્થાનિક લોકોની મદદથી રિક્ષા બહાર કાઢવામાં આવી હતી.