પાટણમા નગર યોજના 2ની પુનઃ માપણીની કામગીરી શરૂ કરવામાં આવી - સેન્ટ્રલ ટાઉન પ્લાનિંગ ઓફિસર
પાટણ: શહેરના ઉત્તર વિસ્તારમાં વિકાસ માટે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પ્રયાસોથી ટી.પી.2 સ્કીમ મંજૂર કરાઈ હતી. જે તે વખતે આ વિસ્તારના ખેડૂતોની જમીન 40 ટકા કપાત હતી. જે કપાતને આનંદીબેન પટેલના પ્રયાસોથી 20 ટકા જમીન કપાતનો અમલ કરી, યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ અમુક કારણોસર આ યોજના બંધ હતી. જેથી યોજનાને વેગ અપાવવા પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ રજૂઆત કરી હતી. જેને લઇ સેન્ટ્રલ ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા મૂળ યોજનામાં 85 ફાઇનલ પ્લોટમાં ફેરફાર સુચવીને ફરી એકવાર ડીમાર્કેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.