ભવનાથ મહાદેવ મંદિરથી રાત્રીના 10:30 કલાકે રવેડીનું થશે પ્રસ્થાન - શિવજી મહિમા
જૂનાગઢ: ગિરિ તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી મેળાને લઈને રાત્રિના 10:30 વાગ્યે ભવનાથ મંદિરથી રવેડીનું પ્રસ્થાન થશે. આ વખતે 12:30થી 01:00 વાગ્યા સુધીનું એમ અડધી કલાકનું જ મુહૂર્ત છે. આ સમયે ભગવાન શંકરનો જળાભિષેક થાય છે. આ માટે જ રવેડી તેના સમયે એટલે કે 10:30 વાગ્યે જ નીકળશે.