ડાકોર મંદિર પરિસરમાં બુધવારે રથયાત્રા યોજાશે - ડાકોરમાં રથયાત્રા
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવતીકાલે એટલે કે બુધવારે રથયાત્રા યોજવામાં આવશે. વર્ષોથી યાત્રાધામ ડાકોર ખાતે ગુરૂ પુષ્ય નક્ષત્રમાં રથયાત્રા યોજવાની પરંપરા છે. જેને લઈને બુધવારે ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની રથયાત્રા યોજાશે. જો કે, કોવિડ-19ના કારણે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન્સ મુજબ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાવાની છે. જેમાં પૂજારી અને મર્યાદિત સંખ્યામાં સેવકોને જ ભાગ લેવા દેવામાં આવશે. આ વર્ષની રથયાત્રામાં ભક્તો ભાગ લઇ શકશે નહીં. આ રથયાત્રામાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચૂસ્ત પાલન કરવામાં આવશે.