દ્વારકા તાલુકામાં CAAના સમર્થનમાં રેલી યોજાઇ - CAA law
દ્વારકા: તાલુકાના વેપારીઓ સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ CAAના તરફેણમાં રેલી યોજી ભારતના આ કાયદાને કારણે રાજકીય સંગઠનો અને વિપક્ષોએ દેશમાં વિવિધ નિવેદનો આપીને દેશના લોકોને કાયદા વિરુદ્ધમાં સમજાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. યાત્રાધામ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર મેદાનમાં દ્વારકા તાલુકાના તમામ વેપારી આગેવાનો સામાજિક સંસ્થાઓ વિવિધ સમાજના લોકોએ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા વિરમભા માણેકના આગેવાની હેઠળ એક જંગી રેલી યોજી હતી અને CNC કાયદાને સમર્થન આપ્યું હતું. આ રેલી દરમિયાન ધારાસભ્ય પબુભા દ્વારા દ્વારકા પોલીસ અને પત્રકારોને પણ સન્માનિત કર્યા હતા.