સોમનાથ મહાદેવના દરબારમાં છેલ્લા સોમવારે લાગી ભક્તોની કતારો, શિક્ષણપ્રધાને પણ મહાદેવ સમક્ષ ઝુકાવ્યું શીર - સોમવાર
ગીર સોમનાથઃ શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં મોટી સંખ્યામાં માનવ મેહરામણ ઉભરાયું હતું. ત્યારે આ વર્ષના શ્રાવણ માસમાં પ્રથમ વખત અધડા કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી હતી. જન્માષ્ટમીની રજાઓ અને અંતિમ સોમવાર હોવાના કારણે લોકોએ સોમનાથ મંદિરમાં લાંબી કતારો લગાવી છે. ક્યારે દર્શન મળશે તેની કોઈ ચિંતા વગર મહાદેવની ભક્તિમાં લીન હરહર મહાદેવના ઉત્સાહમાં નિજાનંદમાં વ્યસ્ત છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગુજરાતના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ મહાદેવના દ્વારમાં શીશ ઝુકાવ્યું હતું.