વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કારમાંથી દારૂ જથ્થો ઝડપાયો - વાઘોડિયા પોલીસ
વડોદરાઃ શહેરના વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગોરજથી વેડપુર ગામ તરફ જવાના રસ્તે સેરવોલેટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. કાર સવાર પોલીસને જોઈને ભાગી જતાં પોલીસે 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી અનુસાર, વાઘોડિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગોરજથી વેડપુર ગામ તરફ જવાના રસ્તે નર્મદા કેનાલ ચોકડી પર વાહન ચેકિંગ દરમિયાન એક કારચાલક નર્મદા કેનાલ ચોકડી પર વાહન ચેકિંગ જોતા જ ગાડી મુકીને ભાગી ગયો હતો. પોલીસે કારમાં ચેકિંગ કરતાં તેમાંથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે પોલીસે કાર સહિત 2,63,840 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાર રજિસ્ટ્રેશન નંબરના આધારે ફરાર કારચાલકની શોધખોળ હાથધરી છે.