વાપીના એક ઘરમાં અજગરે 5 મરઘાંનો શિકાર કર્યો, રેસ્કયૂ ટીમે ફોરેસ્ટ વિભાગને સોંપ્યો - લોકોમાં ભયનો માહોલ
વલસાડઃ જિલ્લાના વાપી નજીક આવેલા મોહનગામ ખાતે એક ઘરમાં અજગર નીકળ્યો હતો. અજગરે ઘર માલિકના 5 જેટલા મરઘાનો શિકાર કરી ગળી જતા પરિવારમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે ગામના સરપંચને જાણ થતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. વાપી એન.જી.ઓથી રેસ્કયૂ ટીમના મુકેશભાઈ ઉપાધ્યાય અને તેના સાથી મિત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યાં ઘરમાં અજગર ઘરવખરીમાં ભરાયેલો હતો. રેસ્કયૂ ટીમે સાવચેતી રાખી અજગરને સલામત રીતે પકડીને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અજગરે ઘરમાલિકના 5 જેટલા મરઘાનો શિકાર કર્યો હતો. જે કારણે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.