જામનગરના ટાઉનહોલમાં નાગરિક્તા સંશોધન બિલ અંગે જનજાગૃતિ સંમેલન યોજાયું - ભાજપનું જન જાગૃતિ સંમેલન
જામનગર: સમગ્ર દેશમાં નાગરિક્તા સંશોધન બિલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે જામનગરના ટાઉનહોલમાં ભાજપ દ્વારા જનજાગૃતિ સંમેલન યોજવામાં આવ્યું હતું. જે અંતર્ગત નાગરિક્તા સંશોધન બિલ અંગે લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવા ડોર ટુ ડોર પત્રિકા વિતરણ કરવામાં આવશે. જનજાગૃતિ સંમેલનના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ, સાંસદ પૂનમ માડમ અને પ્રદીપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.