બોટાદમાં દિગંબર જૈન સ્વાધ્યાયમંદિરના સભ્યો દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું - કોરોના મહામારી
બોટાદઃ શહેરમાં શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરના સભ્યો દ્વારા કોરોના વાઇરસ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ લોકો છેલ્લા ચાર માસથી કોરોના મહામારીના કારણે નિરાશ અને ઉદાસ હોવાથી સિંગર દ્વારા ગીતો ગાઈ તેમજ દેશભક્તિના ગીતો ગાઈ આનંદમય વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. આ સભ્યો દ્વારા બોટાદમાં વિવિધ જાહેર માર્ગો તેમજ સોસાયટીઓમાં ફરી કોરોના વાઇરસ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના મહામારીના સમયમાં જે લોકોએ કોરોના વોરિયર્સ તરીકે યોગદાન આપેલા છે તેવા ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પત્રકારો, પોલીસ, તેમજ જે કોઈ સેવાભાવી સંસ્થાઓએ મહામારીના સમયમાં સેવાકીય પ્રવૃત્તિ અને કાર્ય કરેલ છે તે તમામનો જાહેર જનતા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.