ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગરમાં ગાંધી જયંતી નિમિત્તે જિલ્લા કક્ષાનો 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ યોજાયો - સુરેન્દ્રનગરમાં ગાંધી જયંતીની ઉજવણી

By

Published : Oct 3, 2019, 2:21 PM IST

સુરેન્દ્રનગરઃ ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતાને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમ રંભાબેન ટાઉનહૉલમાં યોજાયો હતો. જેમાં પ્લાસ્ટિક કચરાના સલામત નિકાલ અને વ્યવસ્થાપન અંગે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં નેતા કુંવરજી બાવળીયા, સાંસદ મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલિયા, કલેકટર કે. રાજેશ અને SP મહેન્દ્ર બગડીયા સહિત જિલ્લા કક્ષાના અનેક અધિકારીઓ હાજર રહ્યાં હતાં. જેમણે મહા શ્રમદાન, સ્વચ્છતા શપથ અને ફીટ ઇન્ડિયા મેરાથોનનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત લોકોને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા માટેનો સંકલ્પ કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details